બજાર » સમાચાર » કંપની સમાચાર

ક્વાર્ટર 2 માં ફરીથી ગ્રોથ જોવા મળશે: મેટ્રોપૉલિસ હેલ્થકેર

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 13:17  |  સ્ત્રોત : CNBC-Bajar

મેટ્રોપૉલિસ હેલ્થકેરના એમડી, અમીરા શાહનું કહેવુ છે કે 15 વર્ષોથી અમે ગુજરાતમાં રોકાણ કરી રહ્યા છે. અમે સુરતમાં ચાર અધિગ્રહણ કર્યા છે. જેથી અમારૂ સુરતમાં રોકાણ વધી ગયું છે. અધિગ્રહણના કારણે બિઝનેસમાં સારો ગ્રોથ થશે. મુંબઈ, ચેન્નઈ, પૂના, સુરત અને બેંગલુરૂમાં ફોકસ વધારે છે. બધા શહેરામાં B2C વધે એવુ અમારૂ લક્ષ્ય છે. સુરત અને રાજકોટમાં અમે માર્કેટ લિડર છે. અધિગ્રહણના મામલામાં અમે ઘણા સફળ રહ્યા છે. સુરતમાં 5 લેબ અને 25 કલેક્શન સેન્ટર છે. પહેલા ત્રિમાસીકમાં અમે 250 સેન્ટર ઉમેર્યા હતા. અમારા પાસે હાલ 125 લેબ અને 2600 કલેક્શન સેન્ટર છે. ક્વાર્ટર 2 માં આકડાઓમાં ફરીથી ગ્રોથ જોવા મળશે.


કંપનીએ સુરતની 4 લેબ રૂપિયા 18 કરોડમાં ખરીદી કરી છે. 2017-18 4 લેબની સંયુક્ત આવક રૂપિયા 7.4 કરોડ હતી. વેચાણના 2.4 ગણા ભાવે અધિગ્રહણ થયું છે. કંપનીની સબ્સિડરી દેસાઈ લેબના વિસ્તરણ માટે અધિગ્રહણ કર્યું છે. 2007માં કંપની દેસાઈ લેબનું અધિગ્રહણ કર્યું હતું. ગુજરાતમાં કંપનીની 13 લેબ કાર્યરત છે. 2018-19 મેટ્રોપોલિસની આવક રૂપિયા 760 કરોડ હતી. છેલ્લા 14-15 વર્ષમાં કંપનીએ 25 જેટલા અધિગ્રહણ કર્યા છે.


ભારતની સૌથી વિશાળ ડાયગ્નોસ્ટિક ચેઈન છે. સ્પેશલ ટેસ્ટનો આવકમાં હિસ્સો 41 ટકા છે. 2500 થી વધારે ગ્રાહકો માટેન પોઈન્ટ અને 124 થી વધુ લેબ છે. મુંબઈ, પુણે, બેંગાલુરુ, સુરત અને ચેન્નાઈ પર ખાસ ફોકસ છે. નાણાકિય વર્ષ 2019 ની આવકમાં પશ્ચિમ ભારતનો હિસ્સો 54 ટકા છે. દક્ષિણ ભારતનો હિસ્સો 26 ટકા, ઉત્તર ભારતનો 7 ટકા છે. પશ્ચિમ ભારતનો અને આંતરરાષ્ટ્રી આવકનો હિસ્સો અનુક્રમે 4 ટકા અને 5 ટકા છે.