બજાર » સમાચાર » કંપની સમાચાર

જ્યારે અર્થતંત્રમાં સુધારો થશે ત્યારે ગ્રોથ જોવા મળશે: કર્ણાટક બેન્ક

ના રોજ પ્રકાશિત Tue, 09, 2020 પર 13:09  |  સ્ત્રોત : CNBC-Bajar

કર્ણાટક બેન્કના એમડી અને સીઈઓ, એમએસ મહાબલેશ્વરનું કહેવુ છે કે COVID-19 હોવા છતા પરિણામ અનુમાનથી સારા રહ્યા છે. આવકમાં પણ સારો ગ્રોથ જોવા મળ્યો છે. અસેટ ક્વાલિટીમાં પણ સુધારો જોવા મળ્યો છે. પીસીઆર 64.07 ટકા પર રહી છે. છેલ્લી ત્રિમાસીકમાં ગ્રોથ 4 ટકા નીચે હતો. ઈલ્ડ અને એડવાન્સિસ પર સારા રહ્યા છે.


એમએસ મહાબલેશ્વરનું કહેવુ છે કે મોરેન્ટરિયમના કારણે જૂનમાં સ્લિપેજીસ ઓછા રહ્યા છે. જ્યારે અર્થતંત્રમાં સુધારો થશે ત્યારે ગ્રોથ જોવા મળશે. આવનારા ત્રિમાસીકમાં ગ્રોથ લોન ગ્રોથના કારણે જોવા મળી શકે છે. હાલ ગ્રોથનું ગાઈડન્સ કહેવુ મુશ્કેલ છે. બેન્કમાં આવનારા સમયમાં સારો સુધારો જોવા મળી શકે છે. એનઆઈએમ 8.6 ટકા પર છે.