બજાર » સમાચાર » કંપની સમાચાર

નાણકિય વર્ષ 2019માં પણ ગ્રોથ જળવાશે: બર્જર પેઇન્ટ્સ

ના રોજ પ્રકાશિત Thu, 08, 2018 પર 13:44  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં બર્જર પેઇન્ટ્સનો નફો 19.5 ટકા વધીને 130.4 કરોડ રૂપિયાની થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં પણ બર્જર પેઇન્ટ્સનો નફો 109.1 કરોડ રૂપિયા રહ્યા હતા.


નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં બર્જર પેઇન્ટ્સની આવક 14 ટકા વધીને 1338.6 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં બર્જર પેઇન્ટ્સની આવક 1174.6 કરોડ રૂપિયા રહ્યા હતી.


વર્ષ દર વર્ષ આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં બર્જર પેઇન્ટ્સના એબિટડા 183.6 કરોડ રૂપિયાથી વધીને 222.6 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં બર્જર પેઇન્ટ્સના એબિટડા માર્જિન 15.6 ટકા થી વધીને 16.6 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાત કરતા બર્જર પેન્ટ્સના એમડી અને સીઈઓ, અભિજીત રૉયે કહ્યું કે અમારી છેલ્લા અમુક વર્ષની ગ્રોથ આવનારા વર્ષોમાં પણ જળવાશે. ક્રૂડમાં તેજીની માર્જિન પર અસર ઘણી ઓછી છે. ક્રૂડમાં હજી એટલી ખાસ તેજી નથી આવી, રેન્જમાં જ છે. વોલ્યુમ ગ્રોથ આ વખતે સારી રહી છે, નાણકિય વર્ષ 2019માં પણ ગ્રોથ જળવાશે.


અભિજીત રૉયનું કહેવુ છે કે H2 નાણાકિય વર્ષ 2018માં જોરદાર ગ્રોથની સંભાવના જોઇ રહ્યા છીએ. સતત દર વર્ષે માર્કેટ શૅર વધે એવી શક્યતા અમને દેખાય છે. આસામ પ્લાન્ટનું ઉત્પાદન શરૂ થઇ ગયું છે. 3 વર્ષ બાદ ડેકોરેટિવ પ્લાન્ટ્સમાં કેપેક્સ કરી શકીએ છે. મર્જર-અધિગ્રહણ માટે સંભાવના પર સતત નજર રાખી રહ્યા છીએ.


અભિજીત રૉયનું કહેવુ છે કે અમારી કંપનીમાં આ વર્ષે સારો ગ્રોથ જોવા મળ્યો છે. પેન્ટ્સ અને જીડીપી ગ્રોથ લિંક છે. જીડીપી ગ્રોથ કરતા પેન્ટ્સના ગ્રોથમાં બમ્મણું ગ્રોથ જોવા મળે છે. આવનારા 5 વર્ષમાં સારો ગ્રોથ જોવા માળી શકે છે. કંપનીનું વોલ્યુમ ગ્રોથ 11%ના પાસે જોવા મળી રહ્યું છે. આ ક્વાર્ટરમાં રૂરલ એરિયામાં વધારે ગ્રોથ જોવા મળ્યો છે. આવનારા સમયમાં ડિમાન્ડમાં પણ ગ્રોથ જોવા મળશે.