બજાર » સમાચાર » કંપની સમાચાર

એચડીએફસી: ₹11100 કરોડ એકઠી કરવાની મંજૂરી

ના રોજ પ્રકાશિત Sat, 13, 2018 પર 15:17  |  સ્ત્રોત : CNBC-Bajar

એચડીએફસી બોર્ડે 11 હજાર 100 કરોડ રૂપિયા ભેગા કરવાની મંજૂરી આપી છે. આ રકમ પ્રેફરેન્શિયલ ઇશ્યૂ થકી ભેગી કરવા માટે મંજૂરી આપી છે. આ માટે 10 રોકાણકારોને 11 હજાર 100 કરોડના શૅર્સ રજૂ કરવામાં આવશે. આ શૅર્સ વેવરલી, ઓએમઈઆરએસ એડમિન, સિલ્વર વ્યૂ, અઝીમ પ્રેમજી ટ્રસ્ટ સહિત 6 અન્ય રોકાણકારોને ઇશ્યૂ કરાશે. આ સાથે એચડીએફસી બોર્ડે 1896 કરોડ રૂપિયાના ક્યૂઆઈપી માટે પણ મંજૂરી આપી છે.