બજાર » સમાચાર » કંપની સમાચાર

ગ્રોસ માર્જિનમાં વધારે ઇમ્પ્રુમેન્ટની આશા: પિડીલાઈટ

ના રોજ પ્રકાશિત Wed, 15, 2019 પર 13:27  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં પિડીલાઈટનો નફો 4.3 ટકા ઘટીને 236.9 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં પિડીલાઈટનો નફો 247.5 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં પિડીલાઈટની આવક 10.3 ટકા વધીને 1638.9 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં પિડીલાઈટની આવક 1485.3 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં પિડીલાઈટના એબિટડા 273.9 કરોડ રૂપિયાથી વધીને 278.8 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં પિડીલાઈટના એબિટડા માર્જિન 18.4 ટકા થી ઘટીને 17 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા પિડીલાઈટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, અપુર્વ પારેખે કહ્યું છે કે આ ક્વાર્ટરમાં વોલ્યુમમાં થોડું સ્લો ડાઉન આવ્યું છે. અમે પ્રાઇસ ત્રીજા ક્વાર્ટરમાં વધારી હતી. ગ્રોસ માર્જિનમાં વધારે ઇમ્પ્રુમેન્ટ આવે તેવું અનુમાન છે. આ ક્વાર્ટર સેલ્સમાં 11 ટકાનો વધારો થયો છે. આ ક્વાર્ટરમાં વોલ્યુમ ગ્રોથ ઓછો હતો. નાણાકિય વર્ષ 2020 સુધી કંપનીમાં ડબલ ડિજીટ ગ્રોથની આશા છે.