બજાર » સમાચાર » કંપની સમાચાર

ઇન્ફ્રામાં હાઇવેનું પર્ફોર્મન્સ સારૂ: સદભાવ એન્જિનિયરિંગ

ના રોજ પ્રકાશિત Fri, 29, 2019 પર 13:36  |  સ્ત્રોત : CNBC-Bajar

સદભાવ એન્જિનિયરિંગના એક્સિક્યુટિવ ડિરેક્ટર નિતીન પટેલનું કહેવુ છે કે ઇન્ફ્રા સેક્ટરમાં ફુલ 1635 પ્રોજેક્ટ્સ ચાલું છે. કુલ પ્રોજેક્ટ માંથી 353 પ્રોજેકટ્સ અનુમાન પ્રમાણે ચાલી રહ્યા છે. કુલ પ્રોજેક્ટ માંથી 565 પ્રોજેકટ્સ મોડા ચાલી રહ્યા છે. કુલ પ્રોજેક્ટ માંથી 377 પ્રોજેકટ્સની કિંમત અનુમાન કરતા વધારે છે. કુલ પ્રોજેક્ટ માંથી 187 પ્રોજેકટ્સના કિંમત અને સમય બન્ને વધારે છે. સપ્ટેમ્બરમાં 59 પ્રોજેક્ટસ મોડા પડ્યા છે જે માંથી 22 મેગા પ્રોજેક્ટ છે. 59 મેગા પ્રોજેક્ટની કુલ કિંમત રૂપિયા 1000 કરોડના ઉપર છે. રાજ્યોની પ્રોજેકટ્સની કિંમત અંદાજે 150 કરોડથી વધારે છે. ઇન્ફ્રામાં હાઇવેનું પર્ફોર્મન્સ સારૂ રહ્યું છે. અમારી કંપનીનું કામ 90 ટકા સુધી પુરૂ થઇ ગયું છે.