બજાર » સમાચાર » કંપની સમાચાર

Royal Enfieldને ટક્કર આપવા માટે Honda Highness ભારતમાં લૉન્ચ, જાણો ફીચર્સ અને કીમત

ના રોજ પ્રકાશિત Wed, 30, 2020 પર 16:56  |  સ્ત્રોત : Moneycontrol.com

હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઈન્ડિયા એટલે કે HMSI (Honda Motorcycles and Scooter India) તેની નવી ક્રૂજર બાઇક Honda highnessએ આજે અધિકારીક રીતે ભારતમાં લૉન્ચ કરી છે. આ બાઇકનું નામ Honda highness CB350 છે. Royal Enfieldના માર્કેટમાં લંબા સમય સુધી કોઇ પડકાર નથી આપી. આ બન્ને બાઇકો વચ્ચે ભારે હરીફાઈ થશે. એવું માનવામાં આવે છે કે તેને ટક્કર Royal Enfieldથી થવા જઈ રહી છે. Honda Highnessની કીમત એખ લાખ 90 હજાર રૂપિયા છે, જે આવતા મહિનાથી ભારતમાં ઉપલબ્ધ થશે.


Honda Highness ભારતમાં બુધવારે લૉન્ચ થઈ છે. આ મોટરસાઇકલની ડિઝાઇન સંપૂર્ણ રીતે ક્લાસિક બાઇકની જેમ આપવામાં આવી છે. કંપની દ્વારા તેની કિંમત 1.90 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) હોવાનું જણાવ્યું છે. તેને કુલ છ રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તે બધા ડ્યુઅલ શેડમાં હશે. તેને બે વેરિએન્ટ્સ DLX અને DLX Proમાં આપવામાં આવશે. રિપોર્ટ અનુસાર આ મોટરસાયકલનું બુકિંગ કંપની દ્વારા 5,000 રૂપિયામાં શરૂ કરાયું છે. જો તમે તેને ખરીદવા માંગતા હો, તો તમે તેને કંપનીની અધિકારીક વેબસાઇટ અને Honda Gold Wing આઉટલેટ્સ દ્વારા બુક કરી શકો છો.


Honda Highnessની વાત કરીએ તો, Honda highness CB350 માં બ્લૂટૂથ કનેક્ટિવિટી સુવિધા આપવામાં આવી છે. એટલે કે તમે તમારા સ્માર્ટફોનને તેના મીટરથી કનેક્ટ કરી શકો છો. આ સિવાય બેટરી હેલ્થ મોનિટર, ઑલ LED લાઇટનિંગ સિસ્ટમ અને વૉયસ કંટ્રોલ સિસ્ટમ પણ તેમાં ઉપલબ્ધ છે. ડ્યુઅલ હોર્ન કંપનીથી જ લગાવવામાં આવ્યા છે.