બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનાસા સમયમાં સારા ગ્રોથની આશા: જ્યોતિ લેબ્સ

ના રોજ પ્રકાશિત Tue, 09, 2020 પર 13:31  |  સ્ત્રોત : CNBC-Bajar

જ્યોતિ લેબ્સના જોઈન્ટ એમડી, ઉલ્લાસ કામતનું કહેવું છે કે કંપનીના ક્વાર્ટર 4ના પરિણામ નબળા રહ્યા છે. વોલ્યુમમાં 22.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વેચાણમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. લોકડાઉનના કારણે વેચાણ પર અસર જોવા મળી છે. 1 એપ્રિલથી 31 મે 2020માં વેચાણમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે. કોર અસેન્શિયલ્સ અને હાયજીન પોર્ટફોલિયો પર ફોકસ છે. કંપનીનું સેલ્સ સામાન્ય રીતે 30 ટકા રહેતું હોય છે. માર્ચ અંત સુધીમાં કંપનીનું વેચાણ 3 ટકા થયું હતું. લોકડાઉનને કારણે વેચાણ લક્ષ્ય પ્રાપ્ત કરી શક્યા ન હતા. જે અમે એપ્રિલ-મે મા કર્યો છે.


10 એપ્રિલ બાદ જરૂરિયાતની વસ્તુઓના વેચાણ માટે મંજૂરી મળી છે. તેમજ ફેક્ટરી ખોલવા માટે પણ મંજૂરી મળી છે. હાલ અમારી 26 ફેકટરી કાર્યરત છે. જેમાં 80 ટકા પ્રોડકશન ચાલુ છે. મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ સિવાય સપ્લાઇ સામાન્ય છે. ડિશ વોશર બારનું ઘણું વેચાણ છે. હેન્ડ વોશ અને હેન્ડ સેનેટાઇઝર પણ કંપનીએ લોન્ચ કર્યા છે. એપ્રિલમાં થોડું પેનિક હતું તે મેમાં ઓછું થયું છે. રૂરલમાં કંપની પ્રોડક્ટ્સની માગ વધી છે.


પહેલા કરતા હજુ સુધરશે તે આશા છે. કેરળની માર્કેટ કંપની માટે ઘણું મહત્વનું છે. ત્યાં હવે વેચાણ સામાન્ય થઈ રહ્યું છે. આવનારા સમયમાં રૂરલ માર્કેટ પર અમે ફોકસ વધારીશું. હાલ કંપનીને સપ્લાઇની કોઇ સમસ્યા નથી. કંપનીનો 85 ટકા કારોબાર હેલ્થ એન્ડ હાઇજિન પર છે. હેન્ડ વોશનો ઉપયોગ ઘણો વધ્યો છે. સેનેટાઇઝરના પ્રોડકશનમાં પણ કોઈ સમસ્યા નથી. બન્ને પ્રોડક્ટ્સનું વેચાણ અમે નેશનલ લેવલ પર શરૂ કર્યું છે. જ્યારે પરિસ્થિતિ સામાન્ય થશે ત્યારે પણ આ પ્રોડક્ટ્સનો ઉપયોગ રહેશે.


લોકો હાલ હોસ્પિટલ જતા ડરે છે. હાલ આયુર્વેદ પર કોઈ કામ ચાલુ નથી. કંપનીના માર્ગો હેન્ડ વોશ અને સેનેટાઇઝર વેચી રહ્યાં છીએ. માર્ચ 2021 સુધી આયુર્વેદમાં નવું લાવવા પર ફોકસ નહીં. હાલની Covid-19 પરિસ્થિતિમાં કોઈ તાત્કાલિક નિર્ણય લેવા માગતા નથી. રોજ વપરાતા પ્રોડ્ક્ટ્સ પર વધુ અસર જોવા નથી મળી. કપડા ધોવા, ડિશ વોશ માટે પ્રોડક્ટ્સ રોજ વપરાય છે.


રૂરલમાં નાના જથ્થા તેમજ શહેરમાં મોટા પેકેટ્સ વેચાય છે. રૂરલમાં સરકારી ખર્ચ વધતા કંપનીને ફાયદો થશે. સપ્લાઇ કરતા માગની સમસ્યા હતી. હાલ ગ્રોથ નંબર્સ આપી નહીં શકાય. પરંતુ ગ્રોથ પોઝિટીવ રહેવાનો વિશ્વાસ છે. માર્ગો હેન્ડ વોશ અને સેનેટાઇઝર લોન્ચ થયા છે.