બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા વર્ષમાં માર્જિનમાં સુધારાની આશા: જિંદલ સ્ટેનલેસ

ગ્રાહકોની ડિમાન્ડ પર કંપનીના પ્રોડક્શનમાં સુધારો જોવા મળી રહ્યો છે.
ના રોજ પ્રકાશિત Wed, 28, 2021 પર 13:16  |  સ્ત્રોત : CNBC-Bajar

જિંદલ સ્ટેનલેસના ગ્રુપ સીએફઓ, અનુરાગ મંત્રીનું કહેવું છે કે કંપનીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ ક્વાર્ટરમાં કંપનીના પરિણામ સારા રહ્યા છે. કંપનીમાં નવા પ્રોડક્ટના સેગમેન્ટમાં વધારો થયો છે. ગ્રાહકોની ડિમાન્ડ પર કંપનીના પ્રોડક્શનમાં સુધારો જોવા મળી રહ્યો છે. નાણાકિય વર્ષ 2022માં એબિટડા માર્જિનમાં 18-20 ટકા સુધી રહી શકે છે. કંપનીમાં ડેટ 30 ટકા સુધી ઘટી ગયું છે. આવનારા વર્ષમાં માર્જિનમાં સુધારાની આશા છે.