બજાર » સમાચાર » કંપની સમાચાર

આવતા ક્વાર્ટરમાં નવા ઓર્ડરની આશા: પીએસપી પ્રોજેક્ટ્સ

ના રોજ પ્રકાશિત Wed, 13, 2019 પર 12:59  |  સ્ત્રોત : CNBC-Bajar

પીએસપી પ્રોજેક્ટ્સના સીએમડી, પીએસ પટેલનું કહેવુ છે કે આવતા ક્વાર્ટરમાં નવા ઓર્ડરના કારણે રૂપિયા 1500 કરોડના સેલ્સ રહી શકે છે. હાલ કંપની પાસે 3 ઓર્ડર છે. 425 કરોડનું કામ ફેબ્રુઆરી સુધી પૂરૂ કરવામાં આવ્યું છે. રૂપિયા 601.21 કરોડનો વર્ક ઓર્ડર મળ્યો છે. ઈન્ડસ્ટ્રીયલ, ઈન્સ્ટિટ્યુશનલ, ના પ્રોજેક્ટસ મળ્યા છે. સરકારી અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટસ્ પણ મળ્યા છે.


પીએસ પટેલનું કહેવુ છે કે નાણાકિય વર્ષ 2019માં રૂપિયા 1,422.47 કરોડના કુલ વર્ક ઓર્ડર મળ્યા છે. 31 ડિસેમ્બર 2018 સુધી રૂપિયા 2,701 ઓર્ડરબુક હતી. ઓર્ડરબુક 24-30 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. ગુજરાતમાંથી 88 ટકા ઓર્ડરબુક મળી છે. ઈન્સ્ટિટ્યુશન્લ ક્લાઈન્ટથી 79 ટકા ઓર્ડર મળ્યા છે. સરકાર પાસેથી 6 ટકા ઓર્ડર મળ્યા છે. બાંધકામ અને અલાઈડ સર્વિસેસ જેવી ઘણી ઓફર્સ આપે છે.