બજાર » સમાચાર » કંપની સમાચાર

ઈન્ડસ્ટ્રીના વિકાસ માટે સ્ટિમ્યુલ આવે તેવી આશા: વિનોદ અગરવાલ

ના રોજ પ્રકાશિત Fri, 13, 2019 પર 13:27  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈશર મોટર્સના કમર્શિયલ વ્હીકલના એમડી અને સીઈઓ વિનોદ અગરવાલ સાથે આજે નેટવર્કે વાત કરી હતી અને તેમણે ડિસેમ્બર મહિનો કંપની માટે કેવો રહેશે તે અંગે જણાવ્યું હતું.

વિનોદ અગરવાલના મતે ડિસેમ્બરનું વેચાણ નવેમ્બર કરતા સારું રહેશે. મોટા ઓપરેટર્સનો રસ વધી રહ્યો હોય એવું લાગે છે. કોર સેક્ટરની મંદી CVsને મંદી તરફ લઈ જઈ રહી છે.


છેલ્લાં 8 મહિના કરતા આવનારા 5 મહિના સારા રેહશે. સરકાર દ્વારા વધુ પગલા લેવામાં આવે તેવી આશા છે. ઈન્સેન્ટિવ આધારીત સ્ક્રેપેજ પોલિસીની આશા છે. ઈન્ડસ્ટ્રીના વિકાસ માટે સ્ટિમ્યુલ આવે તેવી આશા છે.