બજાર » સમાચાર » કંપની સમાચાર

બિઝનેસમાં સારા ગ્રોથ અને પ્રોફીટ વધવાની આશા: જીએસએફસી

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 13:45  |  સ્ત્રોત : CNBC-Bajar

જીએસએફસીના સીએફઓ, વી ડી નાણાવટીનું કહેવુ છે કે કંપનીનું શૉર્ટ ટર્મ બોરોઇંગ રૂપિયા 710 કરોડથી વધી રૂપિયા 840 કરોડ છે. લૉન્ગ ટર્મ બોરોઇંગ રૂપિયા 51.87 કરોડ થી વધીને રૂપિયા 200 કરોડ છે. ફર્ટિલાઇઝર્સમાં સારૂ વેચાણ વધ્યું છે.


આ વર્ષે પણ 25 ટકાનું વોલ્યુમ ગ્રોથની આશા છે. આવનારા સયમમાં પણ ગ્રોથમાં સુધારો જોવા મળશે. ફર્ટિલાઇઝર્સનું વેચાણ 1523 કરોડ રૂપિયા છે. ઇન્ડસ્ટ્રીયલમાં પણ સારી ગ્રોથની આશા છે. કંપનીના માર્જિન અને વોલ્યુમમાં ગ્રોથ વધી શકે છે.


ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટમાં ટ્રેડિંગ સેગમેન્ટમાં સુધારો કરીશું. કંપનીમાં 700-800 કરોડ રૂપિયાનું ટ્રેડિંગ કરવાની યોજના છે. અના કારણે ઇન્ડસ્ટ્રીયલમાં ઘણો સુધારો જોવા મળી શકે છે. અમારી કંપની 900 કરોડનો નવા પ્લાન્ટ બનાવાની છે. કંપનીમાં સારા ગ્રોથ અને પ્રોફીટ વધવાની આશા છે.