બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનાર સમયમાં કર્મશિયલથી સારુ રિર્ટન મળવાની આશા: બ્રિગેડ એન્ટરપ્રાઇઝ

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 13:03  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં બ્રિગેડ એન્ટરપ્રાઇઝનો નફો 45.3% વધીને 68 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં બ્રિગેડ એન્ટરપ્રાઇઝનો નફો 37 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં બ્રિગેડ એન્ટરપ્રાઇઝની આવક 11% વધીને 825.9 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં બ્રિગેડ એન્ટરપ્રાઇઝની આવક 735.3 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં બ્રિગેડ એન્ટરપ્રાઇઝના એબિટડા 218.8 કરોડ રૂપિયાથી ઘટીને 190.2 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં બ્રિગેડ એન્ટરપ્રાઇઝના એબિટડા માર્જિન 26.5% થી ઘટીને 25.9% રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચિત કરતા બ્રિગેડ એન્ટરપ્રાઇઝના સીએફઓ, અતુલ ગોયલે કહ્યું છે કે વેચાણનો રેકોર્ડ સારો રહ્યો છે, અને ભવિષ્યમાં પણ સારો રહેશે. 25000 કરોડ ફંડ મળવાથી ઇન્ડસ્ટ્રીઝને બૂસ્ટર મળશે. સરકારના પગલાથી રિયલ એસ્ટેટ સેક્ટરને ટેકો મળશે. માર્કેટમાં રેસિડેન્શિયલની માંગ રહેશે. હોસ્પિટાલિટીમાં જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યું છે. આવનાર સમયમાં કર્મશિયલથી સારુ રિર્ટન મળવાની આશા છે.