બજાર » સમાચાર » કંપની સમાચાર

આગળ માર્જિન સુધવાની આશા: જેએસપીએલ

ના રોજ પ્રકાશિત Wed, 05, 2018 પર 13:11  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 બીજા ક્વાર્ટરમાં જેએસપીએલને 279 કરોડ રૂપિયાનો નફો થયો છે. જ્યારે નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં કંપનીએ 498 કરોડ રૂપિયાની ખોટ દર્જ કરી હતી.


નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં જેએસપીએલની આવક 63 ટકા વધીને 9982 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં જેએસપીએલની આવક 6123.4 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં જેએસપીએલના એબિટડા 1373 કરોડ રૂપિયાથી વધીને 2207 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં જેએસપીએલના એબિટડા માર્જિન 22.4 ટકાથી વધીને 22.1 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા જિંદલ સ્ટીલ અને પાવર લિ.ના સ્ટીલ બિઝનેસના સીઈઓ, નૌસદ અખ્તર અન્સારીએ કહ્યું છે કે ઘરેલૂ સ્ટીલ બિઝનેસનું પ્રદર્શન સારૂ રહ્યું છે. ઉત્પાદન વધવા અને ખર્ચા ઘટવાથી પ્રદર્શન સુધરી રહ્યું છે. અંગુલ પ્લાન્ટમાં ઉત્પાદન વધ્યું છે અને ઘરેલૂ ડિમાન્ડ છેલ્લા 6 મહિનામાં 7 ટકા વધ્યું છે.


નૌસદ અખ્તર અન્સારીનું કહેવુ છે કે આગળ માર્જિન સુધરવાની આશા છે. ઓમાનના કારોબારમાં હજી પણ મુશ્કેલી આવી રહી છે. ઓમાનમાં ઉત્પાદન વધીને 25 લાખ ટન હોનેની આશા છે. સાથે જ ઓમાનના આઈપીઓ પર કામ ચાલી રહ્યું છે.