બજાર » સમાચાર » કંપની સમાચાર

આગળ લોન ગ્રોથમાં સુધારાની આશા: પીએનબી હાઉસિંગ

ના રોજ પ્રકાશિત Fri, 10, 2019 પર 13:07  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં પીએનબી હાઉસિંગ ફાઈનાન્સનો નફો 51 ટકા વધીને 379.8 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં પીએનબી હાઉસિંગ ફાઈનાન્સનો નફો 251.6 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં પીએનબી હાઉસિંગ ફાઈનાન્સની આવક 30.9 ટકા વધીને 2145.2 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં પીએનબી હાઉસિંગ ફાઈનાન્સની આવક 1638.2 કરોડ રૂપિયા રહી હતી.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા પીએનબી હાઉસિંગ ફાઇનાન્સના એમડી, સંજય ગુપ્તાએ કહ્યું છે કે રેડ ઓફ ઇન્ટરેસ્ટ ઓછો મળે ત્યારે અમે પાસ આઉટ કરીએ છીએ. નવા લોનમાં ઘણો સુધારો કર્યો છે. ક્વાર્ટર 3માં 2 ટકાનો ઘટોડો જોવા મળ્યો હતો. અમારૂ 18 ટકા રિટેલ ગ્રોથ વધ્યું છે. અમારા કંપનીના ખાતામાં કોઇ પણ ખામી નથી. અમારી કંપની માર્કેટમાં પણ સારૂ ગ્રોથ મળવી રહી છે. આગળ કંપનીમાં સારો ગ્રોથમાં વધારોની આશા છે.