બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા 2-3 વર્ષમાં ડિમાન્ડ વધવાની આશા: સ્કીપર લિમીટેડ

ના રોજ પ્રકાશિત Wed, 07, 2018 પર 13:44  |  સ્ત્રોત : CNBC-Bajar

સ્કીપર લિમીટેડના ડિરેક્ટર, શરન બંસલનું કહેવું છે કે કંપનીમાં ત્રીજા ક્વાર્ટરના આંકડા ખૂબ સારા રહ્યા છે. કંપનીમાં પીબીટીમાં પણ નફો જોવા મળ્યો છે. બજેટમાં કોમોડિટી પ્રાઇઝ વધવાથી કંપનીને પણ ફાયદો થયો છે. કંપનીનાં એબિટડામાં 26.8%નો વધારો થયો છે.


શરન બંસલનું કહેવું છે કે કંપનીમાં ત્રીજી વખતે 30%ના ઉપરની ગ્રોથ જોવા મળી છે. કંપનીની ઑર્ડર બુક 2500 કરોડ રૂપિયાની છે. કંપનીના રેવેન્યુમાં વધારો જોવા મળ્યો છે. કંપની માર્જિન 13.1% પર રહેતા જોવા મળ્યા છે. એન્જિનિયરિંગ પ્રોડકટ સેગમેન્ટમાં 28.5%નો વધારો થયો છે. કંપનીમાં ઇન્ટરનેશનલથી પણ ઑર્ડર મળી રહ્યા છે.


શરન બંસલનું કહેવું છે કે કંપનીમાં ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ માર્કટમાં પ્રોડક્ટની ડિમાન્ટ વધી રહી છે. આવનારા 2-3 વર્ષ સુધી કંપનીમાં ડિમાન્ડ યથાવત જોવા મળશે. બજેટમાં પણ સરકારે એગ્રી કોમોડિટી પર વધારે ફોકસ રાખ્યું છે. આ વર્ષે એન્જિનિયરિંગ પ્રોડક્ટમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે.