બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા સમયમાં નવા ઓર્ડરની આશા: રત્નમણી મેટલ્સ

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 13:09  |  સ્ત્રોત : CNBC-Bajar

રત્નમણી મેટલ્સના સીએમડી, પ્રકાશ એમ સંઘવીનું કહેવુ છે કે કંપનીને યુએસડી $18 મિલિયનનો ઓર્ડર મળ્યો છે. કંપનીને કોટેડ સીએસ પાઈપ એક્સપોર્ટ કરવાનો ઓર્ડર મળ્યો છે. પ્રોજેક્ટ જાન્યુઆરી 2020 થી શરૂ થશે અને જૂલાઈ 2020 પહેલા પૂર્ણ થશે. છેલ્લા વર્ષથી અત્યાર સુધીમાં ઘણુ રોકાણ કર્યું છે. ઓઇલ અને ગેસ ઇન્ડ્સ્ટ્રીથી 50-55 ટકા ઓર્ર મળે છે.


પ્રકાશ એમ સંઘવીનું કહેવુ છે કે હાલમાં કંપનીને 18 મીલીયન ડૉલરનો ઓર્ડર મળ્યો છે. કંપની પાસે 22 કરોડ રૂપિયાનો ઓર્ડર ચાલી રહ્યો છે. આવનારા સમયમાં પણ કંપનીને ઘણા ઓર્ડરની આશા છે. કંપનીમાં 18-22 ટકાનો એક્સપોર્ટ થાય છે. કંપનીના 400 કરોડ રૂપિયાના ઓર્ડર એક્સપોર્ટના હાથમાં છે.