બજાર » સમાચાર » કંપની સમાચાર

વિદેશી દેશોના ગ્રાહક વધવાની આશા: સિન્જીન

ના રોજ પ્રકાશિત Thu, 14, 2020 પર 12:57  |  સ્ત્રોત : CNBC-Bajar

સિન્જીનના સીઓઓ, ડો.મહેશ ભલગતનું કહેવુ છે કે ગત વર્ષ કરતા આ વર્ષે ગ્રોથ 10 ટકા વધ્યો છે. વર્ષ દર વર્ષમાં 13 ટકા ગ્રોથ જોવા મળ્યો છે. ડિસ્કવરી સર્વિસિસથી આવકમાં વધારો થયો છે. ચોથા ક્વાર્ટરમાં COVIDની અસર નથી જોવા મળી.


ડો.મહેશ ભલગતનું કહેવુ છે કે અમારા મોટાભાગના ગ્રાહકો યુએસ અને યુરોપમાં છે. યુએસ-યુરોપમાં કોરોનાના વધારે કેસ હોવાથી અમને ભારતમાં કામ મળ્યું છે. લોકડાઉનના કારણે પહેલા ક્વાર્ટરમાં અસર જોવા મળશે, ક્વાર્ટર 2- ક્વાર્ટર 3માં નહી. ઓર્ડરબૂક ક્વાર્ટર 2 અને ક્વાર્ટર 3 માં વધતી દેખાઈ રહી છે.


ડો.મહેશ ભલગતનું કહેવુ છે કે યુએસ અને યુરોપમાં 90 ટકા ગ્રાહક છે. વિદેશી દેશોની ગ્રાહક વધવાની આશા છે. અમારા કેમ્પસમાં આર્ટિફિશિયલ ટેસ્ટિંગ સુવિધા શરૂ કરી છે. ઇલાઈઝાનું ઉત્પાદન શરૂ કર્યું છે. બેગ્લોંર યુનિટમાં સંશોધન શરૂ કરી દીધુ છે.