બજાર » સમાચાર » કંપની સમાચાર

ક્વાર્ટર 3-4 માં સુધારાની આશા: હેસ્ટર બાયૉસાયન્સ

ના રોજ પ્રકાશિત Wed, 13, 2019 પર 13:32  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં હેસ્ટર બાયૉસાયન્સનો નફો 5.3 ટકાથી વધીને 6.2 કરોડ થઇ ગઇ છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં હેસ્ટર બાયૉસાયન્સનો નફો 5.9 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં હેસ્ટર બાયૉસાયન્સની આવક 3.3 ટકા વધીને 44.2 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં હેસ્ટર બાયૉસાયન્સની આવક 42.8 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં હેસ્ટર બાયૉસાયન્સના એબિટડા 15.3 કરોડ રૂપિયાથી ઘટીને 11 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં હેસ્ટર બાયૉસાયન્સના એબિટડા માર્જિન 35.7 ટકાથી ઘટીને 25 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા હેસ્ટર બાયૉસાયન્સના એમડી અને સીઈઓ, રાજીવ ગાંધીએ કહ્યું છે કે વાર્ષિક ધોરણે ક્વાર્ટર 2 ના વેચાણમાં મામૂલી દબાણ જોવા મળ્યું છે. ક્વાર્ટર 3-4 માં સુધારાની આશા છે. કંપનીમાં નવા લોકોની બરતી કરી છે. ક્વાર્ટર 3-4 માં જે પણ કંપનીમાં ખોટ થઇ છે એમાં રિકવરી આવી જાશે. અમારા કંપનીનો ટેન્ડરનો બીલ પણ પાસ થઇ ગયો છે.