બજાર » સમાચાર » કંપની સમાચાર

હોસ્પિટલનું દેવું ઘટાડવાની યોજનાઓ અંગે પણ ચર્ચા

ના રોજ પ્રકાશિત Mon, 09, 2019 પર 13:28  |  સ્ત્રોત : CNBC-Bajar

અપોલો હોસ્પિટલના એમડી અને સીઈઓ સુનીતા રેડ્ડીએ નેટવર્ક સાથે ખાસ વાત કરી હતી અને હોસ્પિટલની ક્ષમતા વિસ્તરણ અને દેવું ઘટાડવાની યોજનાઓ અંગે વાત કરી હતી. છેલ્લાં 3 વર્ષણાં 40% કેપેસિટીમાં વધારો કર્યો. એકવાર ઓક્યુપન્સી વધશે એટલે એબિટડા વધશે. જૂની હોસ્પિટલના માર્જિન ઘણાં ઊંચા છે.

300 ફાર્મસી પ્રતિ વર્ષ વધારીએ છીએ. ફાર્મસી સેગમેન્ટમાં 20%નો ગ્રોથ દેખાઈ રહ્યો છે. ફાર્મસી બિઝનેસમાંથી 10,000 કરોડની આવકની આશા છે. દેવાને પહોંચી વળવા લિક્વિડિટીની બે ઈવેન્ટ પર નજર છે. અપોલો મ્યુનીચ ડીલને કારણે 250 કરોડની રોકડ આવશે. ડેટ ઘટાડીને રૂપિયા 2500 કરોડ કરવું છે. હોસ્પિટલના માર્જિન 22.1% પર લઈ જવા છે. નવી હોસ્પિટલના માર્જનિ 4%થી વધીને 8.4% થયા.