બજાર » સમાચાર » કંપની સમાચાર

આઈસીઆઈસીઆઈ બેન્કે સીનિયર સીટીઝન્સ માટે લોન્ચ કરી વિશેષ FD, વ્યાજ દર રહેશે વધારે

ના રોજ પ્રકાશિત Thu, 21, 2020 પર 16:26  |  સ્ત્રોત : Moneycontrol.com

પ્રાઇવેટ સેક્ટરમાં મોટી બેન્ક ICICI Bankએ સીનિયર સીટીઝન્સ માટે સ્પેશલ ફિક્સ્ડ ડિપોજિટ (FD) યોજના લોન્ચ કરી રહી છે. બેન્કે આ યોજનાનું નામ ICICI BANK Golden Year FD નામ રહ્યું છે. આ યોજના હેઠળ, જો કોઈ સીનિયર સીટીઝન્સ 5 થી 10 વર્ષ માટે 2 કરોડ રૂપિયાની FD કરે છે તો તેને વાર્ષિક આધારે 6.55 ટકા વ્યાજ મળશે.


ICICI Bankના Liabilities Groupના હેડ પ્રણવ મિશ્રાએ કહ્યું કે અમે સીનિયર સીટીઝન્સના સંબંધને પ્રાધાન્ય આપીએ છીએ. ઘણા સીનિયર સીટીઝન્સ માટે FD વ્યાજ આવકનું એકમાત્ર સાધન છે. આવાતને ધ્યાનમાં રાખીને એમે આ યોજના લોન્ચ કરી છે. જેમાં હાઇ વ્યાજ દરની ઓફર કરવામાં આવી રહી છે.


યોજનાની વિશેષ સુવિધાઓ


- આ યોજના ફક્ત 20 મેથી 21 સપ્ટેમ્બર દરમિયાન શરૂ કરવામાં આવી છે. એટલે કે, 21 સપ્ટેમ્બર પછી, જો કોઈ સીનિયર સીટીઝન્સ આ યોજના લેવા માંગતા હોય, તો તેઓ નહીં મળશે.


- આ યોજના પર, જનરલ FD કરતા 0.80 ટકા વધારે વ્યાજ દર મળશે.


- આ યોજના નવી FDની સાથે જ જૂની FDને રીન્યૂ કરવા પર પણ એનો લાભ મળવી શકો છો.


- આ યોજના 5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ સુધી 2 કરોડ સુધીના જમા પર લાગુ થશે.


- આ યોજના અંતર્ગત FDની પ્રિન્સિપલ અકાઉન્ટ અને તેના પર ત્યાર સુધીના વ્યાજની રકમને ઉમેરીને જે રકમ રહેશે, તેના 90 ટકા સુધીની લોન લેવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. સાથે જ તમે ક્રેડિટ કાર્ડ માટે પણ અરજી કરી શકો છો.


બતાવી દઇએ કે સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા અને HDFC Bank પણ હાઇ વ્યાજ દરે પર સિનિયર સિટિઝન્સ માટે વિશેષ FD યોજના લોન્ચ કરી શકે છે.