બજાર » સમાચાર » કંપની સમાચાર

આઈડિયા સેલ્યુલર: ક્યૂઆઈપી દ્વારા 3500 કરોડ ભેગા કરશે

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 17:07  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈડિયા સેલ્યુલરને ક્યૂઆઈપી દ્વારા 3500 કરોડ ભેગા કરવા માટે બોર્ડ તરફથી મંજૂરી મળી ગઈ છે. આજે મળેલી બોર્ડ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે આ પહેલાં કંપનીના પ્રમોટર ગ્રુપે હાલમાં જ 3250 કરોડનું રોકાણ કર્યું છે.


આ રકમ માટે આદિત્ય બિરલા ગ્રુપને આઈડિયા પ્રેફરન્શિયલ ઈશ્યુ દ્વારા 32.6 કરોડ શેર ઈશ્યુ કરશે. જેનાથી તેની ભાગીદારી વધીને 47.2 ટકા રહી જશે.