બજાર » સમાચાર » કંપની સમાચાર

આઈડીએફસી બેન્ક-કેપિટલ ફર્સ્ટ મર્જરને મંજૂરી

ના રોજ પ્રકાશિત Sat, 13, 2018 પર 15:08  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈડીએફસી બેન્ક અને કેપિટલ ફર્સ્ટ વચ્ચેના મર્જરને મંજૂરી મળી ગઇ છે. આ ડીલ માટે 139:10ના સ્વેપ રેશ્યો નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે 10 કેપિટલ ફર્સ્ટના શૅર્સ સામે આઈડીએફસી બેન્કના 139 શૅર્સ મળશે. આ સાથે કંપનીના સીએફઓ બિપિન ગેમાનીએ રાજીનામું આપ્યું છે. આઈડીએફસી બેન્કે કહ્યું કે મર્જરથી બેલેન્સ શીટ વધુ મજબૂત થશે અને મર્જરથી હાઉસિંગ લોનનો કારોબાર પણ વધશે. નવી કંપનીમાં હાઉસિંગ લોન પોર્ટફોલિયો પર ફોકસ કરવામાં આવશે.