બજાર » સમાચાર » કંપની સમાચાર

IDFC First Bank ના CMD વૈદ્યનાથને તેના જૂના શિક્ષકને 1 લાખ શેર ભેટ કર્યા

ના રોજ પ્રકાશિત Wed, 30, 2020 પર 16:10  |  સ્ત્રોત : Moneycontrol.com

IDFC First Bank (આઈડીએફસી ફર્સ્ટ બેન્ક) ના મેનેજિંગ ડાયરેક્ટર અને CEO વી વૈદ્યનાથનએ પોતાના સ્કૂલના એક ટીચરને પોતાના શેરો માંથી 1 લાખ શેર ગિફટ આપ્યા છે. બેન્કે સ્ટૉક એક્સચેન્જને આપેલી જાણકારીમાં જણાવ્યુ કે પોતાના સ્કૂલને જુના ટીચર ગુરૂદયાલ સરૂપ સૈનીને વૈદ્યનાથનએ શેર આપ્યા છે.

બેન્કે જણાવ્યુ છે કે વૈદ્યનાથનને જીવનમાં પોતાનું લક્ષ્ય હાસિલ કરવાના દરમ્યાન ટીચરે ઘણો હોસલો વધાર્યો અને મદદ કરી. તેના સમયને યાદ કરતા થયુ વૈદ્યનાથનએ આ ભેટ આપી છે.

બેન્કએ આ પણ સ્પષ્ટ કર્યુ છે, "વૈદ્યનાથને સ્પષ્ટ કર્યું છે કે તેમના અધ્યાપક સૈની કંપની અધિનિયમ હેઠળ સંબંધિત પક્ષ નથી અને શિક્ષક તે રકમ પર ટેક્સ ભરશે."

IDFC First bank ના વર્તમાન શેર પ્રાઈઝ 29.90 રૂપિયા છે. આ હિસાબથી આ 1 લાખ શેરોની વેલ્યૂ 30 લાખ રૂપિયાની નજીક બેસે છે.

વૈદ્યનાથનએ પહેલા કેપિટલ ફર્સ્ટની શરૂઆત કરી હતી જેને ડિસેમ્બર 2018 માં IDFC Bank માં મર્જર કરી દેવામાં આવ્યુ. મર્જરની બાદ તે IDFC First Bank કહેવાવા લાગી. 2018 માં જ્યારે તે મર્જર નહતુ થયુ ત્યારે પણ વિદ્યાનાથનએ કેપિટલ ફર્સ્ટના 4,30,000 શેર પોતાના પરિવારના સભ્યો, મિત્રો અને કામ કરવા વાળા નોકર-ચાકરને આપ્યા હતા.