બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા સમયમાં માર્જિન 15-16% આવશે: હેક્ઝાવેર

ના રોજ પ્રકાશિત Mon, 17, 2020 પર 14:36  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં હેક્ઝાવેરનો નફો 8.7 ટકા ઘટીને 167 કરોડ રૂપિયા થયો છે. નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં હેક્ઝાવેરનો નફો 183 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં હેક્ઝાવેરની આવક 3.2 ટકા વધીને 1528.8 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં હેક્ઝાવેરની આવક 1481.3 કરોડ રૂપિયા રહી હતી.


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં હેક્ઝાવેરના એબિટડા 201.9 કરોડથી ઘટીને 201.4 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટર 2019ના ત્રીજા ક્વાર્ટરમાં હેક્ઝાવેરના એબિટડા માર્જિન 13.6 ટકાથી ઘટીને 13.2 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા હેક્ઝાવેરના એમડી અને સીઈઓ, આર શ્રીક્રૃષ્ણએ કહ્યું છે કે ક્લાઇન્ટ કોન્સન્ટ્રેશન હાલમાં 35 ટકાથી ઓછું છે. કંપનીના માર્જિન આવનારા સમયમાં 15-16 ટકા આવશે. યુરોપિયન બિઝનેસ સારૂ ચાલી રહ્યું છે. આવનારા સમયમાં ડીલ સાઇઝમાં વધારો થશે.