બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા સમયમાં કંપની 1 મહિનામાં 15 લાખ ફેશ શિલ્ડ બનાવશે: આઈટીઆઈ લિમીટેડ

ના રોજ પ્રકાશિત Tue, 16, 2020 પર 13:22  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈટીઆઈ લિમીટેડના ચેરમેન અને એમડી, આર એમ અગરવાલનું કહેવું છે કે આઈટીઆઈએ ફેસ શિલ્ડ બનાવવાનું કાર્ય શરૂ કર્યું છે. હાલ કંપની 1 મહિનામાં 5 લાખ ફેસ શિલ્ડ બનાવવામાં સક્ષમ છે. કંપની ફેસ શિલ્ડ હેલ્થકેર વર્કર અને એનજીઓને આપશે. બીજા ચરણમાં એરપોર્ટ કર્મચારી અને પોલિસને ફેસ શિલ્ડ પણ આપશે. દેશમાં કોરોનાના કેસ વધવાને કારણે કાર્ય શરૂ કર્યું છે.


આર એમ અગરવાલનું કહેવું છે કે આવનારા સમયમાં કંપની 1 મહિનામાં 15 લાખ ફેશ શિલ્ડ બનાવશે. કંપનીમાં ફેશ શિલ્ડનું પ્રોડક્શનનું કામ ચાલુ થઇ ગયું છે. 25 ફેશ શિલ્ડ બનીને વેરિફાય માટે તૈયાર થવાના છે. એડવાન્યનું કામ થઇ રહ્યું છે. અમારી કંપનીમાં ગુજરાત અને મહારાષ્ટના પ્રજેક્ટનું કામ ચાલું હતું. લૉકડાઉને કારણે અસર જોવા મળી છે.