બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા વર્ષમાં સુધારો જોવા મળશે: રૂચિરા પેપર્સ

ના રોજ પ્રકાશિત Tue, 04, 2018 પર 13:02  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં રૂચિરા પેપર્સનો નફો 29.7 ટકા વધીને 10.9 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં રૂચિરા પેપર્સનો નફો 8.4 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં રૂચિરા પેપર્સની આવક 25 ટકા વધીને 130 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં રૂચિરા પેપર્સની આવક 104 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં રૂચિરા પેપર્સના એબિટડા 16 કરોડ રૂપિયાથી વધીને 22.5 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં રૂચિરા પેપર્સના એબિટડા માર્જિન 15.4 ટકાથી વધીને 17.3 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા રૂચિરા પેપર્સના ચેરમેન એસ સી ગર્ગએ કહ્યું છે કે વૈશ્વિક માંગ વધી રહી છે, આવનારો સમય ઇન્ડસ્ટ્રી માટે સારો રહેશે. સ્થાનિક માર્કેટમાં ગ્રોથ સારો રહેવાની આશા છે. ઉત્પાદનમાં સારો એવો વધારો આ વર્ષે કર્યો છે. કંપનીમાં 7 ટકાની ગ્રોથની આશા છે. કંપનીનાં ડિમાન્ડમાં સુધારો જોવા મળી રહ્યો છે. આવનારા વર્ષોમાં પેપર ઇન્ડસ્ટ્રીઝમાં સુધારો આવશે. કંપનીનાં પેપર ક્વાલિટીમાં સુધારો કર્યો છે.