બજાર » સમાચાર » કંપની સમાચાર

નાણાકીય વર્ષમાં એબિટામાં 20% વધારાની આશા: આઈઆરબી ઈન્ફ્રા

ના રોજ પ્રકાશિત Wed, 29, 2019 પર 12:36  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈઆરબી ઇન્ફ્રાના પરિણામ જાહેર થયા હતા, તેના પર વધુ ચર્ચા કરવા આપણી સાથે આઈઆરબી ઇન્ફ્રાના સીએફઓ અનિલ યાદવનું કહેવુ છે કે બીઓટીમાં અમારી માર્જિન 85% છે. કંસ્ટ્રક્શન માર્જિન 26%ની આસપાસ છે. ત્રિમાસિકમાં કંસ્ટ્રક્શનની આવક વધારે છે. નાણાકીય વર્ષમાં એબિટામાં 20% વધારાની આશા છે.

11 હજાર કરોડની આસપાસના ઓર્ડર છે. ચૂંટણીના કારણે પેન્ડિંગ ઓર્ડર આવનાર 3-4 મહિનામાં પાટા પર આવી જશે. અમદાવાદ-વડોદરામાં 5% થી 6% નો ટ્રાફિક ગ્રોથ જોવા મળ્યો. કોઈ જગ્યાએ બહુ સારો અને કોઈ જગ્યાએ ઓછો ટ્રાફિક ગ્રોથ જોવા મળ્યો.