બજાર » સમાચાર » કંપની સમાચાર

ડીએચએફએલની મુશ્કેલીઓમાં વધારો

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 14:47  |  સ્ત્રોત : CNBC-Bajar

ડીએચએફએલની મુશ્કેલીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ઇન્કમ ટેક્સ વિભાગે કંપનીના ખાતાઓમાં ગોટાળા મામલે નોટિસ ફટકારી છે.


ઇન્કમ ટેક્સ વિભાગે ડીએચએફએલને નોટિસ ફટકારી છે. મુંબઇ આઈટી એ સેક્શન 131 અંતર્ગત કંપનીને નોટિસ મોકલી છે. શંકાસ્પદ આપ-લે મામલે કંપની મુશ્કેલીમાં છે. આઈટીને કંપનીના ખાતાઓમાં ગરબડ જોવા મળી છે.


આઈટી વિભાગે ખાતાઓને લઇને કંપની પાસે સ્પષ્ટતા માંગી છે. સંતોષકારક જવાબ ન મળતા ડીએચએફએલ પર કડક પગલા લેવાશે. શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સને લઇને ડીએચએફએલ પાસેથી સ્પષ્ટતાની માંગણી છે.