બજાર » સમાચાર » કંપની સમાચાર

ભારત સરકારે TikTok, UC બ્રાઉઝર, Shareit સહિત 59 ચાઈનીઝ એપ પર બેન લગાવ્યો

ના રોજ પ્રકાશિત Tue, 30, 2020 પર 09:18  |  સ્ત્રોત : Moneycontrol.com

ભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે બંને દેશો વચ્ચે મતભેદો વધી રહ્યા છે. સોમવારે ભારત સરકારે TikTok, UC બ્રાઉઝર, Shareit, Helo, Weibo, Baidu મેપ અને 52 બીજી ચાઈનીઝ કંપનીઓના એપ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ મહીને 15 જુનના LAC પર બન્ને દેશોની વચ્ચે થયેલી હિંસક અથડામણની બાદ તણાવ વધી ગયો છે. તેમાં મુઠભેડમાં ભારતના 20 જવાન શહીદ થઈ ગયા.

સરકારે સોમવારના ચાઈનીઝ એપ બંઘ કરવાની જાહેરાત કરતા કહ્યુ, "આ એપ્સ ભારતની સંપ્રભુતા અને અખંડતા, ભારતની સુરક્ષા, દેશની સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા માટે પૂર્વાગ્રહથી ભરેલો છે."


સરકારે જે બીજી એપ બંધ કરી છે તેમાં UC ન્યૂઝ, કેમ સ્કેનર, Baidu Translate, We Meet, DU Privacy, Wesync, Swwet selfie જેવી એપ્પ શામિલ છે. સરકારે કહ્યુ, "આ પગલા ભારતના કરોડો મોબાઈલ અને ઈન્ટરનેટ યૂઝર્સના હિતોની સુરક્ષા માટે કરવામાં આવ્યા છે. આ નિર્ણયનો મકસદ ઈંડિયન સાઈબરસ્પેસની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે." સરકારની તરફથી રજુ થયેલ રિલીઝમાં કહેવામાં આવ્યુ છે કે 130 કરોડ ભારતીઓના ડેટાની સુરક્ષા માટે આ પગલા ઉઠાવામાં આવ્યા છે.