બજાર » સમાચાર » કંપની સમાચાર

ઇન્ડસ્ટ્રી અપનાવી રહી છે વેટ એન્ડ વૉચની પોલિસી, અનલોક-1 માં પણ મેન્યુફેક્ચરિંગમાં સુસ્ત સંભવ

ના રોજ પ્રકાશિત Mon, 01, 2020 પર 18:43  |  સ્ત્રોત : CNBC-Bajar

અનલૉક -1 મા પણ મેન્યુફેક્ચરિંગની રફતાર ધીમી પડી શકે છે. ઇન્ડસ્ટ્રી અનુસાર ડિમાન્ડ વધારવા પર જ સંપૂર્ણ ક્ષમતાથી મેન્યુફેક્ચરિંગ શરૂ થઇ શકે છે. ઇન્ડસ્ટ્રી હજુ સુધી સંપૂર્ણ ક્ષમતાથી મેન્યુફેક્ચરિંગના પક્ષમાં નથી. ASSOCHAMનું કહેવું છે કે ડિમાન્ડ વધાવા પર જ મેન્યુફેક્ચરિંગમાં રફ્તાર જોવા મળશે. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના તમામ એરિયા ધીમે-ધીમે ખુલશે.


ઇન્ડસ્ટ્રી હાલમાં વેટ એન્ડ વૉચની પૉલિસી અપનાવી રહ્યું છે. ઇન્ડસ્ટ્રી હજી ડિમાન્ડ પેદા થાય તેની રાહ જોશે. ઇન્ડસ્ટ્રીની પ્રીમિયમ પ્રોડક્ટ બદલે બેસિક આઈટમ પર વધુ ફોકસ રહેશે. ગ્રામ્ય વિસ્તારમાં ડિમાન્ડ બરાબર પરંતુ સપ્લાઇની સમસ્યા છે. ઇન્ડસ્ટ્રીને લઇને કૉસ્ટમાં પણ વધારાની આશંકા છે. પ્રવાસી મજૂરોના પાછા ફરવામાં હવે સમય લાગશે.


નોંધનીય છે કે આજથી દેશમાં અનલૉક ફેઝ 1 ની શરૂઆત થઈ છે. દિશાનિર્દેશક અનુસાર મોટાભાગના રાજ્યોએ સ્પષ્ટ કર્યું છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન ચાલુ રહેશે અને રાત 9 થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ રહેશે. પરંતુ આજથી મોટાભાગની જગ્યાએ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. માર્કેટીંગ કૉમ્પલેક્સ અને મોલ્સ હજી નથી ખુલ્લા, પરંતુ તેમને ખોલવા માટેના નિયમો બનાવવામાં આવી રહ્યા છે.


દિલ્હીની સીમાઓ હજી પણ સીલ રાખવામાં આવી છે અને તેના કારણે ગુરુગ્રામ અને નોઈડા બોર્ડર પર પણ જામ જોવા મળ્યા હતા. કોલકાતામાં આજથી ધાર્મિક સ્થળો ખુલી ગયા છે. રેલવેએ આજથી 200 પેસેન્જર ટ્રેનો શરૂ કરી છે. આ સાથે જ યુપી રોડવેઝે પણ આજથી બસો પણ શરૂ કરી દીધી છે.