બજાર » સમાચાર » કંપની સમાચાર

ઈન્ફોસિસના શેરોમાં લાગ્યો 10% ની અપર સર્કિટ, જાણો તેજીનું કારણ

ના રોજ પ્રકાશિત Thu, 16, 2020 પર 12:50  |  સ્ત્રોત : CNBC-Bajar

Infosys Share Price News: ઈન્ફોસિસના શેરોમાં ગુરૂવારના 10 ટકાની અપર સર્કિટ હિટ કરી લીધી. કોરોના વાયરસ લૉકડાઉનના દરમ્યાન કંપનીના જુન ક્વાર્ટરના સારા પરિણામ રજુ કર્યા જેનાથી રોકાણકારોનો ભરોસો વધ્યો છે. આ દરમ્યાન કંપની ઘણી મોટી ડીલ હાસિલ કરવામાં પણ કામયાબ રહી છે. BSE પર ઈન્ફોસિસ (Infosys) ના શેરોએ પોતાના બુધવારના બંધ ભાવથી 10 ટકા ઊપર 914.55 રૂપિયાનું લેવલ પહોંચ્યા. આ ઈન્ફોસિસના શેરોના લાઈફ ટાઈમ હાઈ છે. આજે 10.40 પર ઈન્ફોસિસના શેર NSE પર 13 ટકા વધીને 937.80 રૂપિયા પર કારોબાર કરી રહ્યા હતા. ઈન્ફોસિસના શેરોમાં એવી તેજી હાલ તાજેતરમાં જોવા મળ્યો ન હતો. છેલ્લા 7 વર્ષમાં પ્રથમ વખત, ઇન્ફોસિસના શેરમાં આટલો ઉછાળો જોવા મળ્યો છે.

કેવા રહ્યા છે પરિણામ?

જુન ક્વાર્ટરમાં ઈન્ફોસિસનો નફો 4233 કરોડ રૂપિયા રહ્યો જે ગયા વર્ષના આ ક્વાર્ટરમાં મુકાબલે 11.4 ટકા વધારે છે. જુન 2019 માં કંપનીનો નફો 3798 કરોડ રૂપિયા હતો. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા 8.9 ટકા વધીને 5365 કરોડ રૂપિયા રહ્યા છે જે ગયા ક્વાર્ટરમાં 4,927 કરોડ રૂપિયા રહી હતી. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટા માર્જિન 21.2 ટકાથી વધીને 22.7 ટકા રહ્યા છે.

કંપનીના પહેલા ક્વાર્ટરમાં 1.74 અરબ ડૉલરની મોટી ડીલ કરી છે. જુન ક્વાર્ટરમાં કંપનીની Voluntary Attrition રેટ (સ્વેચ્છાથી નોકરી છોડવા વાળા) ઘટીને 11.7 ટકાના સ્તર પર રહ્યા છે. કંપનીના પરીણામ રજુ કરતા Infosys ના CFO એ કહ્યુ કે રણનીતિક ખર્ચ કપાતના ચાલતા કંપનીના માર્જિન વધીને 22.7 ટકાના સ્તર પર આવી ગઈ છે. આ મુશ્કિલ સમયમાં લિક્વિડ અને કર્ઝ મુક્ત બેલેન્સ શીટ જ કંપનીની તાકાત છે.