બજાર » સમાચાર » કંપની સમાચાર

ઇનપુટ કોસ્ટમાં થોડુ સુધારો જોવા મળ્યો: પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝ

ના રોજ પ્રકાશિત Thu, 14, 2019 પર 12:57  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકિય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝનો નફો 40.6 ટકાથી વધીને 325 કરોડ રૂપિયા રહ્યા છે. નાણાકિય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝનો નફો 231.2 કરોડ રૂપિયાનો થયો હતો.


નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝની આવક 2.8 ટકા વધીને 1806.6 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝની આવક 1757.2 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર બીજા ક્વાર્ટરમાં પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝના એબિટડા 367.6 કરોડ રૂપિયાથી વધીને 368.3 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝના એબિટડા માર્જિન 20.9 ટકાથી ઘટીને 20.4 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝના ઈડી, અપૂર્વ પારેખે કહ્યું છે કે ક્વાર્ટર 2 માં વેચાણ ગ્રોથ 4 ટકા જેટલો રહ્યો છે. સંપૂર્ણ વર્ષમાં જાહેરાત માટે 4 ટકા જેટલો ખર્ચ કરીએ છીએ. ઇનપુટ કોસ્ટમાં હાલ થોડુ સુધારો જોવા મળ્યો છે. ક્વાર્ટર 2 માં ઇન્ટરનેશનલ બિઝનેસ સારો રહ્યો છે. રો મટિરીયલના ભાવ ઘટવાથી ઓપરેટિંગ માર્જિન સ્ટ્રોંગ રહ્યા છે. કંપનીનો રૂરલ એરિયામાં ગ્રોથ વધારો સારો છે.