બજાર » સમાચાર » કંપની સમાચાર

Intel-Jio deal: અમેરિકાની મોટી સેમીકંડક્ટર કંપની JIO પ્લેટફૉર્મમાં કરશે ₹1,894.5 કરોડનું રોકાણ

ના રોજ પ્રકાશિત Fri, 03, 2020 પર 09:09  |  સ્ત્રોત : Moneycontrol.com

અમેરિકાની મોટી સેમીકંડક્ટર કંપની Intel Corp 0.39 ટકા ભાગીદારી લેવા માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિઝિટલ યૂનિટ RIL Jio Platforms માં 1,894.5 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. Intel ફેસ બુકની બાદ Jio પ્લેટફોર્મમાં રોકાણ કરવા વાળી બીજી સ્ટ્રેટજિક ઈનવેસ્ટર બની ગઈ છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના આ ડિઝિટલ યૂનિટે અત્યાર સુધી દુનિયાના કેટલાક મોટા ટેક ઈનવેસ્ટરોથી કુલ 25.09 ટકા ભાગીદારીની અવેજમાં કુલ 117,588.45 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. Jio Platforms માં તે 11 સપ્તાહમાં 12 મું મોટુ રોકાણ છે. આ રોકાણ 4.91 લાખ કરોડ રૂપિયાના Equity Value અને 5.16 લાખ કરોડ રૂપિયાના Enterprise Value પર કરવામાં આવી રહ્યુ છે.

આ ડીલ પર RIL ના ચેરમને મુકેશ અંબાણી એ કહ્યુ છે કે ગ્લોબલ ટેક કંપનીઓ માટે Intel મહત્વનો ભાગીદાર છે. Intel ની સાથે ભાગીદારીના દેશવાસીઓને ફાયદો થશે. આ ભાગીદારીથી ટેક ક્ષમતાના વિસ્તારમાં મદદ મળશે.

જ્યારે આ ડીલ પર Intel નું કહેવુ છે કે સસ્તી ડિઝિટલ સેવાઓ પર Jio નો ફોક્સ છે. આ રોકાણથી ભારતની ડિઝિટલ સેવામાં મોટુ યોગદાન મળશે. ડિઝિટલ સેવાઓથી લોકોની જિંદગી સારી થશે.