બજાર » સમાચાર » કંપની સમાચાર

ફ્લિપકાર્ટ Cleartrip ખરીદવાની રેસમાં સામેલ, વાતચીત ચાલુ

ના રોજ પ્રકાશિત Tue, 02, 2021 પર 11:48  |  સ્ત્રોત : Moneycontrol.com

Moneycontrol ને સૂત્રોના હવાલેથી જાણકારી મળી છે કે ઈ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટ (Flipkart) ઑનલાઇન ટ્રાવલ એગ્રિગેટર ક્લિયર ટ્રિપ (Cleartrip)માં કંટ્રોલિંગ હિસ્સો ખરીદવા માટે વાતચીતના દોરમાં છે. Flipkart ટ્રાવેલ સેગમેન્ટમાં પોતાની હાજરી નોંધાવવા માંગે છે.

જણાવી દઇએ કે Flipkart ની માલિકી હક અમેરિકન દિગ્ગજ કંપની વૉલમાર્ટ (walmart)ની પાસે છે. આ અધિગ્રહણનો લક્ષ્ય MakeMyTrip, Yatra, Booking.com અને EaseMyTrip જેવી અન્ય ઘરેલુ ટ્રાવેલ એગ્રીગેટર કંપનીઓની તુલનામાં તે મજબૂતી હાસિલ કરવાનો છે. જણાવી દઈએ કે દેશની ઘરેલૂ ઇકોનૉમી કોરોનાની મારથી બહાર આવતા રિકવરીના માર્ગ પર છે. આવી સ્થિતિમાં ભારતીયો જે ઘણા સમયથી તેમના ઘરમાં બંધ હતા એકવાર ફરી પર્યટન તરફ વળી રહ્યા છે. કંપની આ બદલાતા સંજોગોનો લાભ લેવા માંગે છે.

આ બાબતની જાણકારી રાખવા વાળા એક વધુ સૂત્રએ મનીકોન્ટ્રોલને કહ્યું હતું કે, ક્લિયર ટ્રિપ (Cleartrip)માં flipkartની મેજોરિટી હિસ્સા માટે વાતચીત ચાલી રહી છે પરંતુ હજી તે નક્કી નથી કે આ સોદો થઈ જ જશે.

જણાવી દઇએ કે કોવિડ -19 મહામારી સાથે સામનો કરવા માટે લાગૂ લૉકડાઉનને કારણે Cleartripના પ્રદર્શન પર ભારી નુકસાન થયું છે. ભારત ઉપરાંત UAE, Saudi Arabia અને Egyptમાં પણ કંપનીના કારોબાર પર ગેહરી અસર થઈ છે.

આ બાબતની જાણકારી રાખવા વાળા એક અન્ય સૂત્રએ જણાવ્યું હતું કે આ અધિગ્રહણની એક આ કોશિશ ફ્લિપકાર્ટની તે કારોબારી રણનીતિનો હિસ્સો છે જેના હેઠળ તે અધિગ્રહણના માધ્યમથી તમામ પ્રકારની પ્રોડક્ટ લાઇન અને કેટેગરીમાં પોતાનો વિસ્તાર કરવા ઈચ્છે છે અને વધુમાં વધુ GMV (gross Merchandise value) ક્રિએટ કરવા ઈચ્છે છે. જો આ સોદો થાય છે, તો તે કોવિડ કાળમાં થયેલા અવસરવાદી અધિગ્રહણ (Opportunistic accquisition)ના રૂપમાં જોવામાં આવશે.

Flipkart, Amazon અને Paytm જેવી મોટા ભાગની મોટી ઇ-કૉમર્સ કંપનીઓ Super-app સ્ટ્રેટજી પર કામ કરી રહી છે અને દરેક બિઝનેસ સેગમેન્ટમાં ફૂડ ડિલિવરી, રિટેલ, પેમેન્ટ સર્વિસ અને ટ્રાવેલ કાઈપણ હોય તેમાં તેની હાજરી ઈચ્છે છે. આ દ્રષ્ટિકોણથી ઑનલાઇન ટ્રાવેલ એગ્રીગ્રેટર ક્લિયર ટ્રિપ (Cleartrip) Flipkartની શૉપિંગ લિસ્ટમાં સામેલ છે.

જણાવી દઇએ કે વૉલમાર્ટે 2018માં લગભગ 16 અરબ ડૉલરના રોકાણથી Flipkartમાં લગભગ 77 ટકા હિસ્સો અધિગ્રહિત કર્યો હતો. વર્તમાનમાં કંપની ભારતીય ઈ-કૉમર્સ માર્કેટમાં Amazon Incની પ્રતિસ્પર્ધી છે.