બજાર » સમાચાર » કંપની સમાચાર

આયરન ઓરની કિંમતો પર અંકુશ જરૂરી: જેએસપીએલ

ના રોજ પ્રકાશિત Fri, 10, 2018 પર 14:04  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં જેએસપીએલનો નફો 181 કરોડ રૂપિયા થયો છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં જેએસપીએલને 387 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી.


નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં જેએસપીએલની આવક 9665 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં જેએસપીએલની આવક 5668 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં જેએસપીએલના એબિટડા 1352 કરોડ રૂપિયાથી વધીને 2277 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં જેએસપીએલના માર્જિન 23.9 ટકા થી ઘટીને 23.6 ટકા રહ્યા છે.

કંપનીના પરિણામો પર સીએનબીસી-બજારની સાથે વાતચીતમાં જેએસપીએલના સ્ટીલ બિઝનેસના સીઈઓ, એન એ અંસારીનુ કહેવુ છે કે આયરન ઓરની કિંમતોમાં વધારો ભારતીય સ્ટીલ ઈન્ડસ્ટ્રી માટે ચિંતાનો વિષય છે. સરકારથી આયરન ઓરની કિંમતોમાં વધારા પર અંકુશ લગાવવા માટે પગલા ઉઠાવાની જરૂરત છે. સાથે જ તેમણે કહ્યુ કે ઓમાનના કારોબારની લિસ્ટિંગને લઈને કામ ચાલુ છે. 6 મહીના બાદ ઓમાનના કારોબારની લિસ્ટિંગ સંભવ છે.