બજાર » સમાચાર » કંપની સમાચાર

જેટ એરવેઝમાં આજે પણ ઘટાડા સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Wed, 15, 2019 પર 16:32  |  સ્ત્રોત : CNBC-Bajar

જેટ એરવેઝમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલે જેટ એરવેઝના સીઈઓ વિનય દુબેએ રાજીનામું આપ્યું છે. તો સીપીઓ રાહુલ તનેજાએ પણ રાજીનામાના કાગળ મુક્યા છે. જયારે કંપની સેક્રેટરી એન્ડ કમ્પ્લાયન્સ ઓફિસર કુલદિપ શર્માએ પણ તત્કાળ અમલથી રાજીનામું આપ્યું છે.


જેટ એરવેઝના 5 દેશમાંથી અમુક ઈન્ટરનેશનલ ટ્રાફિક રાઈટ્સ સરકાર પાછા ખેંચશે. સમર શેડ્યુલ માટે જ કામચલાઉ ધોરણે પાછા ખેંચશે. ઈન્ડિયા-દુબઈ રૂટ પર સરકાર જેટ એરવેઝના પ્રતિ સાપ્તાહિક 5,852 સીટોના હક છોડશે.


ઈન્ડિયા-હોન્ગકોન્ગ રૂટ પર સરકાર જેટ એરવેઝના પ્રતિ સાપ્તાહિક 1,792 સીટોના હક છોડશે. અને ઈન્ડિયા-સિંગાપોર રૂટ પર સરકાર જેટ એરવેઝના પ્રતિ સાપ્તાહિક 1,620 સીટોના હક છોડશે.