બજાર » સમાચાર » કંપની સમાચાર

Jio એ વીડિયો કૉન્ફ્રેંસિંગ એપ JioMeet લૉન્ચ કરી, એકસાથે 100 લોકોની સાથે કરી શકો છો વાત

ના રોજ પ્રકાશિત Fri, 03, 2020 પર 13:43  |  સ્ત્રોત : Moneycontrol.com

રિલાયંસના જિયો પ્લેટફૉર્મ્સ (Jio Platformers) એ આજે પોતાના વીડિયો કૉન્ફ્રેંસિંગ એપ JioMeet લૉન્ચ કરી છે. આ એપ ગુગલ પ્લે અને આઈફોનના પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ વીડિયો કૉલ એપની ખાસિયત છે કે તેની ક્વોલિટી HD રહેશે અને એક સાથે 100 લોકો વીડિયો કૉન્ફ્રેંસ કૉલ કરી સકો છો. JioMeet આવતા 1 મહીના સુધી યૂઝર્સના ફોનમાં બીટા વર્જન પર ચાલશે. આજે તેને એંડ્રૉયડ અને એપ્પલ બન્ને માટે લૉન્ચ કરવામાં આવી છે. તેની એપ પર એકસાથે 100 લોકો કોંન્ફ્રેંસ કરી શકે છે. તેમાં કૉલ શુરૂ કરવા માટે કોઈ કોડ કે ઈનવાઈટ્સની જરૂર નથી. જે લોકો ડેસ્કટૉપથી આ એપનો ઉપયોગ કરવા ઈચ્છે છે તેને JioMeet ના ઈનવાઈટ લિંક પર ક્લિક કરવાનું રહેશે. તેના માટે એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી.

આ એપમાં કેટલાક બીજા ફીચર પણ છે. જેમ તમે પોતાની મીટિંગને શેડ્યૂલ કરી સકો છો, એક બીજાની સાથે સ્ક્રીન શેર કરી સકો છો. આ વીડિયો કૉન્ફ્રેંસિગ પ્લેટફૉર્મનો ઉપયોગ ગૂગલ ક્રોમ અને મૉઝિલા ફાયરફૉક્સ પર પણ કરી સકો છો. તેના માટે તમારે કોઈ ચાર્જ નથી આપવાનો. આ એપ બિલ્કુલ ફ્રી છે.

જાણો કેવી રીતે ડાઉનલોડ કરી સકો છો એપ

મોબાઈલ પર આ એપનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર કે આઈફોનની એપ સ્ટોર પર જાઓ. ત્યાં JioMeet એપ સર્ચ કરીને તેને ડાઉનલોડ કરો.

જો તમે ડેસ્કટૉપ પર આ એપનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો લિંક પર ક્લિક કરી શકો છો - https://jiomeetpro.jio.com/home#download તે લિંક પર તમે એપ ડાઉનલોડ કરવાનો આ વિકલ્પ મળશે.

જિયો પ્લેટફૉર્મ્સે 30 એપ્રિલના જાહેરાત કરી હતી કે તે વીડિયો કૉલિંગ સર્વિસ શરૂ કરશે.

આ વીડિયો કૉન્ફ્રેંસિંગ એપની લૉન્ચિંગ એવા સમયમાં થઈ છે જ્યારે કોરોનાવાયરસના લીધેથી વધારે લોકો વર્ક ફ્રૉમ હોમ કરી રહ્યા છે. આ એપની સાથે જ જિયો પ્લેટફૉર્મ્સની ટક્કર Zoom, Google Meet, WebEx જેવી એપથી થશે.