બજાર » સમાચાર » કંપની સમાચાર

JioPhone Next સ્માર્ટફોન 10 સપ્ટેમ્બરે લૉન્ચ થશે, Google અને RIL દ્વારા બનાવ્યો આ ફોન આ શાનદાર ફીચર્સથી સજ્જ

JioPhone Next: આ સ્માર્ટફોનમાં Google અને Jioની તમામ એપ્લીકેશન ખુલશે અને કામ કરશે.
ના રોજ પ્રકાશિત Thu, 24, 2021 પર 16:17  |  સ્ત્રોત : Moneycontrol.com

રિલાયન્સ પોતાનો સસ્તો સ્માર્ટફોન JioPhone Next ગણેશ ચતુર્થીના દિવસે 10 સપ્ટેમ્બરે લૉન્ચ કરશે. આ સ્માર્ટફોન Google અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) એટલે કે Jioએ મળીને બનાવ્યો છે. આ સ્માર્ટફોનમાં Google અને Jioની તમામ એપ્લિકેશન ખુલશે અને કામ કરશે.


રિલાયન્સના AGMના સંબોધન કરતી વખતે કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ આ જાહેરાત કરી હતી. આ ફોન કટીંગ એજ ટેકનોલોજી અને એન્ડ્રોઇડ OSના ઑપ્ટિમાઇઝ વર્ઝનથી સજ્જ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં જ નહીં, દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન હશે.