બજાર » સમાચાર » કંપની સમાચાર

જે કે પેપરમાં તેજી સાથેનો કારોબાર, શું છે સમાચાર!

ના રોજ પ્રકાશિત Thu, 19, 2019 પર 13:38  |  સ્ત્રોત : CNBC-Bajar

હાલ જે કે પેપરમાં તેજી સાથે કારોબાર થઇ રહ્યો છે. ત્યારે નેટવર્કે જે કે પેપરના પ્રેસિડેન્ટ એ એસ મહેતા સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ કંપની પર સિંગલ યુઝ પ્લાસ્ટિક પરના પ્રતિબંધની કેવી અસર પડી છે તેમજ તેમની ક્ષમતા વિસ્તરણ યોજનાઓ અંગે જણાવ્યું હતું.

કંપનીની 50% આવક કોપીએર પેપરમાંથી આવે છે. 20-25% આવક પેકેજિંગ બોર્ડ સેગમેન્ટમાંથી આવે છે. કંપનીના 50% વેપારને સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધથી લાભ મળશે. કંપનીના વિસ્તરણ બાદ પેકેજીંગ બોર્ડનું વોલ્યુમ 35% જેટલું વધવાની આશા છે.