બજાર » સમાચાર » કંપની સમાચાર

જહોનસન અને જોહ્ન્સનને અમેરિકા, કેનેડામાં બેબી પાવડરના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ના રોજ પ્રકાશિત Wed, 20, 2020 પર 15:07  |  સ્ત્રોત : Moneycontrol.com

બાળકો માટે ઉત્પાદન બનાવા વાળી દુનિયાની પ્રસિદ્ધ કંપની જ્હોનસન અને જોહ્નસનએ અમેરિકા અને કેનેડામાં હજારો ફરિયાદ મળ્યા પછી બેબી પાવડર ઉત્પાદનોનું વેચાણ બંધ કરી દીધું છે. એવું કહેવામાં આવે છે કે પાવડરમાં એસ્બેસ્ટોસ મળી આવ્યાને કારણે આ પ્રોડક્ટનું વેચાણમાં મોટો ઘટાડો આવ્યા છે.


કંપનીએ રજૂ કરેલા પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમેરિકા અને કેનેડામાં સેંકડો ટેલ્ક વસ્તુઓનું વેચાણ બંધ કરી હતી, જેથી તેનું વેચાણ બંધ કરવા માટે કમર્શિયલ ડિસીઝન લેવામાં આવી શકે. કંપનીના નોર્થ અમેરિકા કન્ઝ્યુમર યુનિટના અધ્યક્ષ કેથલીન વાઇડમેરે કહ્યું છે કે આનવારા મહિનામાં જોહ્ન્સન અને જોહ્ન્સનનો ઉત્પાદનોના વેચાણમાં ઘટાડો થશે.


તેમણે વધુમાં કહ્યું કે, જ્યાં સુધી સપ્લાય સમાપ્ત નથી થઇ જાતો ત્યાં સુધી તમામ ઇન્વેન્ટરી રિટેલ દ્વારા વેચવામાં આવશે. કંપનીના બ્લોગ મુજબ, જ્હોનસન એન્ડ જોહ્ન્સનને સૌથી પહેલા 1890 ના દાયકામાં બેબી પાવડરનું વેચાણ શરૂ કર્યું હતું. જહોનસન એન્ડ જહોન્સનના બેબી પાવડર પર કૈસરનો ખતરો હોવાનો આરોપ છે. આ પાવડરમાં એસ્બેસ્ટસ હોવાનું જણાવાયું છે. જેના કારણે કેન્સર થવાનું જોખમ છે. કંપની 2014 થી આવા આરોપનો સામનો કરી રહી છે.


ગયા વર્ષે ઑક્ટોબરમાં જહોનસન અને જોહ્ન્સનને અમેરિકામાં ટેસ્ટ માટે સ્વેચ્છાએ 33 હજાર ડબ્બા પાછા મંગાવી લીધા હતા. પરંતુ કંપનીના નવા નિવેદનમાં કહ્યું છે કે ટેસ્ટ દરમિયાન તેના પ્રડક્ટમાં એસ્બેસ્ટોસના કોઈ સંકેતો નથી. બતાવી દઇએ કે અમેરિકન ફાર્મા કંપની જહોનસન અને જોહ્ન્સનને તેના બેબી પાવડર, શેમ્પૂ અને સાબુન દ્વારા ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં એક વિશેષ ઓળખ છે.


જ્હોનસન એન્ડ જોહ્ન્સનને આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે છેલ્લા કેટલાક સમયથી પ્રોડક્ટને લઇને સતત આરોપ લગાવી રહ્યા હતા. જોહ્નસન એન્ડ જોહ્ન્સનના વિરુદ્ધ અલગ-અલગ આરોપોમાં 16,000 થી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા છે. જોકે, જ્હોનસન એન્ડ જોહ્ન્સનને સમય-સમય પર ફગાવી દીધા છે.