બજાર » સમાચાર » કંપની સમાચાર

જસ્ટિસ એસ. મુરલીધરની કરાઇ બદલી

ના રોજ પ્રકાશિત Thu, 27, 2020 પર 17:13  |  સ્ત્રોત : CNBC-Bajar

દિલ્હી હિંસાના અલગ-અલગ બાબતોની સુનાવણી કરી રહેલા જસ્ટિસ એસ. મુરલીધરનું ટ્રાન્સફર કરવામાં આવ્યું. સરકારને કેટલાક દિવસ પહેલા તેમના ટ્રાન્સફરની અરજી મળી હતી. જેને સરકારે મંજુરી આપી દીધી છે. માહિતી છે કે સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા બાદ રાષ્ટ્રપતિએ તેમના ટ્રાન્સફરનો નિર્ણય કર્યો છે. જસ્ટિસ મુરલીધરે દિલ્હી હિંસા પર થયેલી સુનાવણી દરમિયાન હિંસા પહેલા ભાજપના કેટલાક નેતાઓએ આપેલા ભાષણો પર સવાલ ઉઠાવ્યા હતા. અને તે નેતાઓ પર FIR દાખલ કરવા પર સવાલ ઉભા કર્યા હતા.

તો આ તરફ જસ્ટિસ મુરલીધરના ટ્રાન્સફર બાબતે સવાલ ઉઠાવતા કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા કે જસ્ટિસ મુરલીધરે આદેશ આપ્યો હતો કે 24 કલાકની અંદર ભાજપના નેતાઓ પર વિડિયોના આધારે કાર્યવાહી કરવામાં આવે. પંરતુ રાતો રાતે તેમની બદલી કરી દેવામાં આવી. આ સાથે જ કોંગ્રેસે કાયદા મંત્રાલય પર ભાજપના નેતાઓને બચાવવાનો આરોપ પણ લગાવ્યો.