બજાર » સમાચાર » કંપની સમાચાર

લિસ્ટિંગની ડેડલાઇન વધારવાની ના પાડી: પી.એન.વાસુદેવાન

ના રોજ પ્રકાશિત Mon, 09, 2019 પર 13:08  |  સ્ત્રોત : CNBC-Bajar

ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેન્કના લિસ્ટિંગ કરવામાં નિષ્ફળ જતાં આરબીઆઈ દ્વારા બ્રાન્ચ વિસ્તરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઈક્વિટાસના એમડી અને સીઈઓ પી. એન. વાસુદેવાનનું કહેવું છે કે અમને મર્જરની મંજૂરી ન મળી એટલા માટે વધારે વાર લાગી હતી. બેન્કના શેર ત્રણ વર્ષ થઈ ગયા છતાં લિસ્ટીંગ કરી શક્યા નથી.


સૌથી પહેલા ઈક્વિટાસ બેન્ક અને ઈક્વિટાસ હોલ્ડિંગનું મર્જ કરવાની કોશિશ કરી. હોલ્ડિંગ બેન્કમાં પ્રમોટરનો હિસ્સો હોવાથી આ મર્જરની મંજૂરી મળી નહી. આઈપીઓ વગર શેર લિસ્ટ કરવા સેબીની મંજૂરી જરૂરી છે. સેબીની મંજૂરી પછી એનસીએલટીમાં જશે. સેબીથી કોઈ મંજૂરી ન મળતાં સમય પર લિસ્ટીંગ ન થઈ શકી.