બજાર » સમાચાર » કંપની સમાચાર

આગળ દેખાશે સારૂ પ્રદર્શન: બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસ

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 14:31  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસનો નફો 81 ટકા ઘટીને 15 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2017 નો ચોથા ક્વાર્ટરમાં બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસનો નફો 82 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસની આવક 21.7 ટકા ઘટીને 433.5 કરોડ રૂપિયા રહ્યા છે. નાણાકીય વર્ષ 2017 ના ચોથા ક્વાર્ટરમાં બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસની આવક 553.7 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષના આધાર પર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસના એબિટડા 198.1 કરોડ રૂપિયાથી ઘટીને 134.81 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ દર વર્ષ ના આધાર પર ચોથા ક્વાર્ટરમાં બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસના ઑપરેટિંગ માર્જિન 35.7 ટકા થી ઘટીને 31 ટકા રહ્યા છે.

બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસના સીએફઓ કે પી પ્રદીપએ કહ્યું કે કેટલાક બુકિંગ કેંસલ થવાથી અને અપ્રુવલ્સમાં સમય લાગવાથી ચોથા ક્વાર્ટરના પરિણામ નબળા દેખાય રહ્યા છે પરંતુ જો વર્ષના આધાર પર જોઈએ તો કંપનીનું પ્રદર્શન સારુ રહ્યું છે. આગળ પણ કંપની વધુ સારૂ પ્રદર્શન કરશે.