બજાર » સમાચાર » કંપની સમાચાર

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો નફો 21% ઘટ્યો

ના રોજ પ્રકાશિત Tue, 01, 2019 પર 15:05  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્ટેમ્બરમાં એમએન્ડએમનું વેચાણ વર્ષના આધાર પર 21 ટકા ઘટીને 43343 યૂનિટ રહ્યુ છે. સપ્ટેમ્બર 2018 માં કંપનીનું કુલ વેચાણ 55022 યૂનિટ રહ્યુ હતુ. સપ્ટેમ્બરમાં એમએન્ડએમનું ઘરેલુ વેચાણ વર્ષના આધાર પર 29 ટકા ઘટીને 2651 યૂનિટ રહ્યુ છે. સપ્ટેમ્બર 2018 માં કંપનીનું કુલ ઘરેલુ વેચાણ 3754 યૂનિટ રહ્યુ હતુ.

સપ્ટેમ્બરમાં એમએન્ડએમના પેસેન્જર વાહનનું વેચાણ વર્ષના આધાર પર 33 ટકા ઘટીને 14333 યૂનિટ રહ્યુ છે. સપ્ટેમ્બર 2018 માં કંપનીના પેસેંજર વાહાનનું વેચાણ 21411 યૂનિટ રહ્યુ હતુ. સપ્ટેમ્બરમાં એમએન્ડએમના કમર્શિયલ વાહન વેચાણના આધાર પર 18 ટકા ઘટીને 18872 યૂનિટ રહ્યુ છે. સપ્ટેમ્બર 2018 માં કંપનીનું વેચાણ 22917 યૂનિટ રહ્યુ હતુ.

સપ્ટેમ્બરમાં એમએન્ડએમના કુલ ટ્રેક્ટરનું વેચાણ વર્ષના આધાર પર 2 ટકા ઘટીને 37011 યૂનિટ રહ્યુ છે. સપ્ટેમ્બરમાં એમએન્ડએમનું ઘરેલુ ટ્રેક્ટર વેચાણ વર્ષના આધાર પર 0.3 ટકા વધીને 36046 યૂનિટ રહ્યુ છે. સપ્ટેમ્બર 2018 માં કંપનીનું કુલ ઘરેલુ ટ્રેક્ટર વેચાણ 35953 યૂનિટ રહ્યુ હતુ.