બજાર » સમાચાર » કંપની સમાચાર

આ ક્વાર્ટરમાં માર્જિનમાં સુધારો થયો: એસ્ટર DM હેલ્થકેર

ના રોજ પ્રકાશિત Thu, 13, 2020 પર 13:00  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં એસ્ટર DM હેલ્થકેરનો 34 ટકા વધીને 151.4 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં એસ્ટર DM હેલ્થકેરનો નફો 113.2 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં એસ્ટર DM હેલ્થકેરની આવક 8 ટકા વધીને 2322 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં એસ્ટર DM હેલ્થકેરની આવક 2150 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં એસ્ટર DM હેલ્થકેરના એબિટડા 46.3 ટકાથી વધીને 385.1 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ 2019ના ત્રીજા ક્વાર્ટરમાં એસ્ટર DM હેલ્થકેરના એબિટડા માર્જિન 12.2 ટકાથી વધીને 16.6 ટકા રહી છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા એસ્ટર DM હેલ્થકેરના સીએફઓ, શ્રીનાથ રેડ્ડીએ કહ્યું છે કે ક્લિનીક અને ફાર્માના કારણે આવક ગ્રોથમાં ઘટાડો થયો છે. ત્રણે સેગમેન્ટમાં સારા પરિણામ આવાના કારણે માર્જિનમાં સુધારો જોવા મળ્યો છે. કુલ 25 હોસ્પિટલો છે જેમાં 12 ગલ્ફ અને 13 ભારતમાં છે. કુલ 116 ક્લિનીક છે, જેમાં 107 ગલ્ફ અને 9 ભારતમાં છે.


શ્રીનાથ રેડ્ડીનું કહેવુ છે કે કુલ 236 મેડિકલ્સ છે. હાલ UAE, સાઉદી, કતાર, ઓમાન, કુવેત, જોર્ડન અને ભારતમાં બિઝનેસ છે. UAEમાં સૌથી વધારે ફાર્મસી બિઝનેસ ધરાવનારી કંપની છે. ગલ્ફમાં સૌથી વધારે મેડિકલ સેન્ટર અને પોલી ક્લિનીક ધરાવનારી કંપની છે. કુલ 4804 બેઠ કેપેસિટી, જેમાં 111 ગલ્ફમાં અને 3693 ભારતમાં છે.


શ્રીનાથ રેડ્ડીના મતે Wahat Al Amanમાં 100 ટકા હિસ્સો ખરાદ્યો છે. Premium Healthcare UAEમાં 80 ટકા હિસ્સો ખરીદ્યો છે. પ્રાઈમ હોસ્પિટલ હૈદરાબાદ અને આધાર હોસ્પિટલમાં હિસ્સો વધાર્યો છે. ફિલિપાઈન્સ ક્લિનીક બંધ કર્યા છે.