બજાર » સમાચાર » કંપની સમાચાર

મારુતિ લાઇ બાય-નાઉ-પે-લેટર યોજના, જાણો શું છે તેમાં ખાસ

ના રોજ પ્રકાશિત Fri, 22, 2020 પર 14:51  |  સ્ત્રોત : Moneycontrol.com

દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા તેના ગ્રાહકો માટે ખાસ ઓફરો લઈને આવી છે. બાય-નાઉ-પે-લેટર યોજના હેઠળ ગ્રાહકો સરળ હપ્તામાં મારુતિ ગાડી ખરીદી શકે છે.


મારુતિએ શુક્રવારે ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની સાથે ભાગીદારી કરી. આ ભાગીદારીનો ઉદ્દેશ રિટેલ ખરીદદારોને સરળ હપ્તાઓમાં લોન આપવાનો છે.


આ ભાગીદારી હેઠળ, મારુતિની કાર ચોલામંડલમ ફાઇનાન્સની સહાયથી લઇ રહેલા ગ્રાહકોને બે મહિના સુધી EMI ભરવાથી છૂટ મળશે. કોરોના વાયરસ લૉકડાઉનને કારણે વિકટ પરિસ્થિતિમાં કંપનીઓએ ગ્રાહકોને આકર્ષિત કેવી રીતે કરવું તે શોધ્યું છે.


કેવી રીતે કામ કરશે આ યોજના?


આ યોજના હેઠળ જો તમને મારુતિની કાર લેવાની છો, તો પછીના 60 દિવસો સુધી તમારે કોઈ EMI ચૂકવવાની જરૂર નહીં રહેશે. આ યોજના હેઠળ, જો તમે 30 જૂન 2020 સુધી કોઈ વાહન ખરીદો છો, તો જ તમને લાભ મળશે.


મારૂતિ સુઝુકીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે કહ્યું છે કે, આ હેતુ તે ગ્રાહકોને રાહત આપે છે જે Covid-19 રોગચાળા અને લોકડાઉનને કારણે પહેલાથી જ રોકડની સંકટનો સામનો કરી રહ્યા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બાય- નાવ-પે-લેટર યોજનાથી ગ્રાહકોનો આત્મવિશ્વાસ વધશે.


ચોલામંડલમ સાથેની આ ભાગીદારીમાં વાહનોના 90 ટકા સુધી ફંન્ડિગ મળી શકે છે. દેસ ભરના લગભગ 1094 બ્રાન્ચમાં આ યોજનાની સુવિદા મળી રહી છે.