બજાર » સમાચાર » કંપની સમાચાર

મારૂતિએ 63,493 ગાડીઓ રિકોલ કરી

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 18:29  |  સ્ત્રોત : CNBC-Bajar

દેશની નંબર વન કાર કંપની મારૂતિએ 63 હજાર 493 ગાડીઓ રિકોલ કરી છે. આમાં સિયાઝ, અર્ટિગા અને XL 6 સામેલ છે. આ તમામ કારોના સ્માર્ટ હાઇબ્રિડ વેરિયન્ટના સ્ટાર્ટર મોટરમાં ગળબડી જોવા મળી છે. આ જાન્યુઆરી 2019થી 21 નવેમ્બર સુધી મેન્યુફેક્ચરિંગ વાળી ગાડીઓ રિકોલમાં સામેલ છે. કંપનીઓનું કહેવુ છે કે જે કારોમાં ખામી હશે તેમના પાર્ટસ બદલવા માટે થોડા સમય માટે રાખવામાં આવશે અને ખરાબ પાર્ટ્સને કંપનીઓ ફ્રીમાં બદલશે. જે ગાડીઓમાં સમસ્યા હશે તેણે તરત પરત કરવામાં આવશે. આ પહેલા ઓગષ્ટ મહીનામાં કંપનીએ વેગન આરની લગભગ 40 હજાર ગાડીઓ રિકોલ કરી હતી.