બજાર » સમાચાર » કંપની સમાચાર

સપ્ટેમ્બરમાં મારૂતિ સુઝુકીના વેચાણ 24.4% ઘટીને 1.22 લાખ યૂનિટ રહ્યુ

ના રોજ પ્રકાશિત Tue, 01, 2019 પર 12:01  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્ટેમ્બરમાં મારૂતિ સુઝુકીનું વેચાણ વર્ષના આધાર પર 24.4 ટકા ઘટીને 1.22 લાખ યૂનિટ રહ્યુ હતુ. સપ્ટેમ્બરમાં મારૂતિ સુઝુકી એક્સપોર્ટ વર્ષના આધાર પર 17.8 ટકા ઘટીને 7188 યૂનિટ રહ્યા છે. જ્યારે, ગત વર્ષ સપ્ટેમ્બરમાં કંપનીને 8740 યૂનિટ એક્સપોર્ટ કર્યા હતા.

સપ્ટેમ્બરમાં મારૂતિ સુઝુકીનું ઘરેલુ વેચાણ વર્ષના આધાર પર 24.8 ટકા ઘટીને 1.15 લાખ યૂનિટ રહ્યુ છે. સપ્ટેમ્બર 2018 માં કંપનીને કુલ ઘરેલુ વેચાણ 1.53 લાખ યુનિટ રહ્યુ હતુ.

સપ્ટેમ્બરમાં મારૂતિ સુઝુકીનુ પેસેંજર કારનું વેચાણ વર્ષના આધાર પર 31.5 ટકા ઘટીને 78979 યૂનિટ રહ્યુ છે. સપ્ટેમ્બર 2018 માં કંપનીનુ પેસેંજર કારનું વેચાણ 1.15 લાખ યુનિટ રહ્યુ હતુ.