બજાર » સમાચાર » કંપની સમાચાર

જુલાઈમાં મારૂતિનું ઑટો વેચાણ અનુમાનથી સારૂ રહ્યુ, 1 લાખથી વધારે ગાડીઓ વેચી

ના રોજ પ્રકાશિત Sat, 01, 2020 પર 15:23  |  સ્ત્રોત : Moneycontrol.com

જુલાઈમાં મારૂતિના ઑટો વેચાણ અનુમાનથી સારા રહ્યા છે. કંપનીએ જુલાઈમાં 1 લાખથી વધારે ગાડીઓ વેચી છે. જુલાઈમાં મારૂતિએ કુલ 1.08 લાખ ગાડીઓ વેચી છે જ્યારે અનુમાન હતુ કે કંપની જુલાઈમાં 1.05 લાખ ગાડીઓ વેચશે. જુલાઈમાં કંપનીનું ઘરેલુ વેચાણ વર્ષના આધાર પર 1.3 ટકા વધીને 1.01 લાખ યૂનિટ રહ્યુ છે. જ્યારે જુલાઈ 2020 માં કંપનીનું કુલ વેચાણ વર્ષના આધાર પર 1.1 ટકા ઘટીને 1.08 લાખ યુનિટ રહ્યુ છે. જુલાઈમાં કંપનીનો એક્સપોર્ટ વર્ષના આધાર પર 27 ટકા ઘટીને 6757 યૂનિટ રહ્યો છે.

જુલાઈ કંપનીની UV વેચાણ વર્ષના આધાર પર 26.3 ટકા વધીને 19177 યૂનિટ રહ્યુ છે. જ્યારે, ALTO, S-Presso નું વેચાણ વર્ષના આધાર પર 49.1 ટકા વધીને 17528 યૂનિટ રહ્યુ છે. જુલાઈમાં મારૂતિના LCV વેચાણ વર્ષના આધાર પર 28.9 ટકા વધીને 2232 યૂનિટ રહ્યુ છે. જુલાઈ Ciaz નું વેચાણ વર્ષના આધાર પર 45.6 ટકા ઘટીને 1,303 યૂનિટ રહ્યુ છે.